ટ્રેનોના સમયમાં ફેરફાર:ભાવનગર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામના કારણે ટ્રેનોને અસર થશે; 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને થશે અસર

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

 • ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 04.01.2023 થી 14.01.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 • ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે.આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 • ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 • ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે.આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો
04.01.2023 થી 16.01.2023 ના સમયગાળા દરમિયાન દિવસ મુજબ માર્ગમાં રેગુલેટ (મોડી) થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

 • બુધવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
 • ગુરુવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
 • શુક્રવાર: ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

અન્ય સમાચારો પણ છે...