રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. જેના કારણે પોરબંદર થી ઉપડતી અને આવતી ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. જેથી મુસાફરોએ આ દિવસો દરમ્યાન યાત્રાનું આયોજન કરવા જણાવાયું છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર તા. 09.06.2022 ની ટ્રેન નંબર 12905 પોરબંદર - શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.
તા. 07.06.2022 ની ટ્રેન નંબર 22906 શાલીમાર - પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે. આ ઉપરાંત તા. 08.06.2022 ની ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.