હાલાકી:વીરડી પ્લોટમાં 15 દિવસથી ભૂગર્ભ ગટર છલકાતાં સ્થાનિકો ત્રાહિમામ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેફ્ટીટેન્કનું પાણી બહાર આવતા લોકોને હાલાકી : સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ

પોરબંદરના વીરડી પ્લોટમાં 15 દિવસથી ભૂગર્ભ ગટર છલકાઈ રહી છે. સેફટીકનું પાણી બહાર આવતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.પોરબંદરમાં ભૂગર્ભ ગટર જામ થવાથી ગટરો ઉભરાઈ રહી હોવાની ફરિયાદો છાસવારે ઉઠી રહી છે ત્યારે વિરડિપ્લોટ વિસ્તારમાં નૂરી પાર્ક એપાર્ટમેન્ટ પાસે જ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને આ સમસ્યા છેલ્લા 15 દિવસથી જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગટર છલકાતા સેફટીકનું પાણી બહાર આવે છે.

ગંદુ પાણી માર્ગ પર ફરી વળે છે જેથી ઘર અને દુકાનની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તિવ્ર દુર્ગંધ ફેલાઈ છે અને જીવાતોનો ઉપદ્રવ થયો છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતુ કે, આ સમસ્યા અંગે પાલિકા તંત્રને ફરિયાદ પણ કરી છે અને દરરોજ અનેક ફોન કરીએ છીએ છતાં આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ ડોકાતું નથી. જેથી ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...