દુર્ઘટના:પોરબંદરમાં દીવાની ઝાળથી દાઝી જવાથી વૃદ્ધાનું કરૂણ મોત

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળા કરતા હતા ત્યારે દીવાની ઝાળ અડી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા

પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના અંજલી પાર્કમાં એક 86 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરમાં ભગવાનને દીવો કરીને તેમની સામે માળા કરતા હતા ત્યારે દીવાની ઝાળ તેમના કપડામાં અડી જતા આ વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં અંજલી પાર્ક-83 માં રહેતા સરલાબેન કિશોરભાઇ વ્યાસ નામના 86 વર્ષીય મહિલા ગત તા. 04-01-2023 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે મંદિર પાસે દીવો કરીને માળા કરતા હતા ત્યારે દીવો તેમના કપડામાં અડી જતા પોતે પહેરેલ કપડામાં આગ લાગી હતી.

અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને વધુ સારવાર અર્થે રાજકોટની લેન્ડમાર્ક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના સમયે મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના PSI કે. એન. અઘેરાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...