લોકોની માગ:પોરબંદર માંગરોળ હાઇવેના ટ્રાફિકથી માધવપુરમાં અકસ્માત સર્જાય છે

માધવપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનું નિરાકરણ લાવવા હાઇવે માધવપુરથી બાયપાસ કરવા લોકોની માંગ

પોરબંદર થી માંગરોળ જતો રોડ માધવપુર ઘેડ ગામમાંથી પસાર થાય છે, જેને લીધે અહીંથી નીકળતા ભારે વાહનોની અડફેટે સ્થાનિક લોકો અને તેમના નાના વાહનો ચડી જતા અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે આ રોડ બાયપાસ રોડ કરીને માધવપુર ઘેડની જનતાને અકસ્માતના સભવિત ખતરામાંથી બચાવી શકાય તેમ છે.\nઆ બાબતે માધવપુરના સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરી હોવા છતા તેનું નિરાકરણ થઇ રહ્યું નથી.

પોરબંદરથી માંગરોળ જતો આ હાઇવે રોડ માધવપુર ધેડ ગામમાંથી નીકળતો હોવાથી આ રસ્તા ઉપર પુર ઝડપે ભયજનક બે ફીકરાઇથી પસાર થતા વાહનોની ઝપટે અનેક નિદોર્ષ રાહદારી જનતા ચડી જય છે. અમુકને ગંભીર હાલતમાં પોરબંદર જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને ત્યાં દમ તોડે છે. આવા બનાવો બને છે. છતા પણ તંત્ર કુંભ નિંદ્રામાં છે. માધવપુર ઘેડ ગામે હાઇવે રોડ ઉપર ચાર માસમાં બીજા અકસ્માત બન્યો છે. આ રોડ સાઇડમાં બાપા સીતારામ મઢુલી પાસે છાસવારે અકસ્માત થતા ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...