કલાકો સુધી વાહન-વ્યવહાર ઠપ:પોરબંદર ફાટક પર ટ્રેનનું એન્જીન બંધ પડતા ટ્રાફીક જામ, શહેરના મુખ્ય રસ્તાનું ફાટક નહીં ખુલતા વાહન ચાલકો ફસાયા

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોની લાંબી કતારો લાગી
  • ભદ્રકાળી ફાટક અને પીજીવીસીએલ ફાટક પર ભારે ટ્રાફીક જામ સર્જાયો

પોરબંદર શહેરના ભદ્રકાળી રેલ્વે ફાટક પર ટ્રેનનું એન્જીન બંધ પડતા લાંબા સમય સુધી ટ્રાફીક ખોરવાયો હતો. શહેરને બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા મુખ્ય રસ્તાઓ પર આવેલા ભદ્રકાળી ફાટક અને પીજીવીસીએલ ફાટક પર સાંજના સમયે સેન્ટીંગની કામગીરી વખતે દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેનના એન્જીનમાં કોઈ કારણોસર અચાનક ખામી સર્જાતા ટ્રેન બંધ પડી ગઈ હતી. અચાનક ટ્રેન બંધ પડી જતા રેલ્વે વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ એક -દોઢ કલાક જેટલો સમય વિતવા છતા પણ ટ્રેન ફરી પાછી ચાલુ ન થતા ફાટકની બંન્ને બાજુ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

ભદ્રકાળી ફાટક અને પીજીવીસીએલ ફાટક પર ભારે ટ્રાફીક જામ સર્જાયો
દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન સન્ટીંગ માટે પોરબંદર રેલ્વે સ્ટેશનથી નીકળી અને ચુનાના ભઠ્ઠા સુધી જતી હોય છે, પાછી ત્યાંથી રેલ્વે સ્ટેશન આવતી હોય છે. ત્યારે સાંજના 5:30 વાગ્યા આસપાસ દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન બંધ પડી જતા શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ભદ્રકાળી ફાટક અને પીજીવીસીએલ ફાટક પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. શહેરના મુખ્ય બંન્ને ફાટકો ભદ્રકાળી અને પીજીવીસીએલ ફાટક પર ટ્રેન બંધ થવાના કારણે લાંબી લાઈનો લાગી હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વાહન ચાલકોની લાંબી કતારો લાગી
રેલ્વે વિભાગે જાણે કે બંધક બનાવ્યા હોય તેમ પીજીવીસીએલ અને ભદ્રકાળી બંને ફાટકો પર ટ્રેન બંધ થવાના કારણે વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી. એક-દોઢ કલાક સુધી ફાટક બંધ રહેતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા. જેના કારણે વાહન ચાલકો ઝુંડાળા થઈને કડિયા પ્લોટ જવા મજબુર બન્યા હતા. તો બીજી તરફ ચુનાના ભઠ્ઠા તરફ જવા માટે વાહન ચાલકો મજબુર બન્યા હતા. એક-દોઠ કલાક બાદ ટ્રેન ફરી પાછી શરૂ થતા વાહન ચાલકો સહિત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...