તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:માસ્ક અંગેના દંડની વસુલાત સામે વેપારીઓ લાલઘૂમ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારીઓના પોલીસ સામે સુત્રોચ્ચાર - Divya Bhaskar
વેપારીઓના પોલીસ સામે સુત્રોચ્ચાર
  • પોરબંદરની બજાર બંધ રાખી વેપારીઓએ રોષ વ્યકત કર્યો, બહોળી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા

પોરબંદરની મુખ્ય બજારોમાં માસ્ક અંગેના દંડની વસુલાત સામે વેપારીઓ લાલઘૂમ બન્યા છે. વેપારીઓએ પોત પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દેતા બજાર બંધ રાખો વેપારીઓએ રોષ વ્યકત કર્યો હતો. બહોળી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સામે સુત્રોચાર કર્યા હતા.પોરબંદરની મુખ્ય બજારમાં સવારે કીર્તિમંદિર પોલીસના પીએસઆઇ તથા ટ્રાફિક વિભાગ સ્ટાફ દ્વારા વેપારીઓને માસ્ક વગરના દંડ ફટકારવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે ચા પીવા કે પાણી પીવા માસ્ક ઉતારવું પડે.

હાલ કાળઝાળ ગરમી છે ત્યારે પસીનો લુછવા માસ્ક ઉતારવું પડે. પોલીસ જુએ છે કે હાથમાં ચાની પ્યાલી છે અને માસ્ક દાઢી સુધી છે આમછતાં વેપારીઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ ભરવા પોલીસ ધમકાવે છે. આ અંગેની જાણ થતા ચેમ્બર ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા સુતારવાડા ખાતે દોડી ગયા હતા અને વેપારીઓને સાથે રાખી સુતારવાડાની તમામ દુકાનો બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો, જેથી ટપોટપ દુકાનો બંધ થઈ હતી અને સોની બજાર તેમજ બંગડી બજારમાં પણ વેપારીઓ અને ચેમ્બર પ્રમુખ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા જેથી વેપારીઓએ પોત પોતાની દુકાનો બંધ કરી સમર્થન આપ્યું હતું.

વેપારીઓએ રોષ વ્યકત કર્યો હતો અને રસ્તા પર ઉતરી ગયા હતા તેમજ સુત્રોચાર પણ કર્યા હતા. આ દરમ્યાન ડીવાયએસપી જે.સી.કોઠીયા, કીર્તિમંદિર પીઆઇ આહીર સહિત પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને વેપારીઓએ પોતાની રોષભેર રજુઆત કરી હતી. વેપારીઓને માસ્કના નામે દંડ વસૂલવા ધમકાવવા અંગેની રજુઆત કરી હતી, પરંતુ આ અંગે કોઈ નિવેડો ન આવતા બજાર બંધ રહી હતી. કોંગ્રેસના આગેવાનો પણ વેપારીઓના સમર્થનમાં દોડી આવ્યા હતા.

પોલીસ ખોટી રીતે હેરાન કરે છે
પોલીસ માત્ર વેપારીઓને જ ટાર્ગેટ કરે છે. હાલ કોરોનાને પગલે મંદી છે. વેપાર ધંધા ઠપ્પ છે અને બપોર બાદ દુકાનો બંધ રહી છે. મંદીના માહોલ વચ્ચે બહોણી વખતે પોલીસ માસ્ક બાબતે દાદાગીરી કરે છે,અમને પણ કોરોનાની ગંભીરતા ખબર છે એટલે વેપારીઓ માસ્ક પહેરી જ રાખે છે. અનિવાર્ય સંજોગે જ માસ્ક નીચું કરે છતાં પોલીસ દંડ વસુલે છે.- સુતારવાડાના વેપારીઓ

ખાતરી અપાતા આજથી દુકાનો ખુલશે
ચેમ્બર પ્રમુખ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ એસપીને રૂબરૂ મળ્યા હતા અને રજુઆત કરતા એસપીએ ખાતરી આપી છે કે પોલીસ મથકે સૂચના આપવામાં આવશે અને જે વેપારીઓએ ખરેખર માસ્ક ન પહેર્યું હોય તેની પાસેથી જ દંડ વસુલશે. વેપારીઓને માસ્ક અંગે હેરાનગતિ નહિ થાય તેની ખાતરી આપી હતી તેમજ પોલીસ ધૂમ સ્ટાઇલમાં આવી વેપારીઓના ફોટા વિડિઓ નહીં ઉતારે તેવી ખાતરી અપાતા આજથી વેપારીઓ પોત પોતાની દુકાનો ખોલશે.

અન્ય સમાચારો પણ છે...