કોરોના ઇફેક્ટ:પોરબંદરની શાક માર્કેટમાં વેપાર-ધંધાની છૂટછાટ આપો, સોશ્યલ ડીસ્ટન્સ જળવાશે, વેપારીઓએ ખાતરી આપી રજૂઆત કરી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની શાક માર્કેટમાં વેપાર-ધંધાની છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. વેપારીઓએ સોશિયલ ડીસ્ટન્સ જળવાશે તેવી ખાતરી આપતા રજૂઆત કરી હતી. પોરબંદર શહેરમાં આવેલ નટવર ચોક શાકમાર્કેટ સહિતના વેપારીઓએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી એવું જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી લોક ડાઉન હોવાના કારણે ધંધા-રોજગાર બંધ છે જેથી સીધી અસર નાના ધંધાર્થીઓ અને ગરીબ, મધ્યમ વર્ગના છેવાડાના લોકો કે જેઓ રોજે રોજનું કમાઇને ખાતા હોય તેવા લોકોની ગંભીર સ્થિતિ થઈ છે તેમજ આર્થિક રીતે ભાગી જતા ધંધાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા બે મહિનાથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું છે. તેમજ અમુક લોકો દ્વારા રેકડીમાં શાકભાજી વેચાણ કરતા હોય પરંતુ આમાં ટ્રાફિકની સમસ્યા તેમજ બહાર કારણ વગર ભીડ ન થાય તેવા આશયથી સોશિયલ ડિસ્ટન્સ રહે તેવી મુદ્દાસર રજૂઆત કરી છે. અને વેપારીઓએ ધંધા રોજગાર કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી છે.  તેઓ એવી પણ ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી રીતે ધંધો-રોજગાર શરૂ કરશુ. આમ હાલતો માણેકચોક શાકમાર્કેટ સહિતની શાકમાર્કેટના ધંધાર્થીઓને ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની ગયું હોવાથી યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...