રાહદારીઓ ત્રાહિમામ:કમલાબાગ નજીકની હાઉસીંગ બોર્ડ કોલોની પાછળ આખલાઓનો ત્રાસ

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે યુદ્ધે ચડતા આખલાને કારણે સ્થાનિકો, રાહદારીઓ ત્રાહિમામ

પોરબંદરના કમલાબાગ પાછળ હાઉસિંગ બોર્ડ કોલોની પાસે બાપા સીતારામ મંદિર પાછળના વિસ્તારમાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુંકે, આ વિસ્તારમાં આખલાઓનો ત્રાસ વધ્યો છે. છાસવારે આખલાઓ યુદ્ધે ચડે છે જેથી આ વિસ્તારમાં લોકો પોતાના વાહનો પાર્ક કરતા પણ ડર અનુભવી રહ્યા છે તાજેતરમાં જ આ વિસ્તારમાં રાત્રિના સમયે આખલા યુદ્ધે ચડતા બાઇક અને કારને નુકશાન થયું હતું. આખલા અને રઝળતા પશુ આ વિસ્તારમાં દોટ મૂકે છે જેને કારણે વૃદ્ધો અને બાળકો ઘરની બહાર નીકળવામાં ડર અનુભવે છે. બાળકો અહી પટાંગણમાં રમી શકતા નથી.

આ વિસ્તારમાં ઘાસચારો નાખવામાં આવે છે જેથી સવારથી જ પશુઓ અહી અડિંગો જમાવી બેઠા રહે છે જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતુંકે, આખલાને કારણે કોઈ નાગરિકને ગંભીર ઈજા પહોંચે તે પહેલા આ વિસ્તાર માંથી આખલા પકડવા માટે કામગીરી કરવામાં આવે અને અહી ઘાસચારો નાખવાની મનાઈ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...