• Home
  • Local
  • Gujarat
  • Porbandar
  • Tomorrow Porbandar will be 1030 years old, the capital of the Jethwa dynasty and the city known as Sudamanagari became world famous with the birth of Mahatma

જન્મદિવસ / આવતીકાલે પોરબંદર 1030 વર્ષનું થશે, જેઠવા વંશની રાજધાની અને સુદામાનગરી તરીકે જાણીતું શહેર મહાત્માના જન્મથી જગવિખ્યાત બન્યું

પોરબંદરની ડ્રોનથી લેવાયેલી તસવીર
પોરબંદરની ડ્રોનથી લેવાયેલી તસવીર
X
પોરબંદરની ડ્રોનથી લેવાયેલી તસવીરપોરબંદરની ડ્રોનથી લેવાયેલી તસવીર

  • રાજવીઓની આગવી કોઠાસૂઝના કારણે જુનુ પોરબંદર આજે પણ નખશિખીનું જીવંત ઉદાહરણ

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 09:24 PM IST

પોરબંદર. બળેવ પૂનમના દિવસે જેઠવા વંશની રાજધાની પોરબંદરની સ્થાપના થઈ હતી. જેઠવા વંશની રાજધાની ગણાતું પોરબંદર ભવ્ય ઇતિહાસ સાથે આવતીકાલે 1030 વર્ષ પૂર્ણ કરશે અને 1031માં વર્ષનો પ્રારંભ થશે. નાળિયેરી પૂનમના દિવસે પોરબંદરની સ્થાપના થઈ હોવાનું મનાય છે. પૌરાઈ માતાજીના નામ ઉપરથી પોરબંદરનું નામ આપવામાં આવ્યું હોવાનું પણ લોકવાયકા છે. આમ તો પોરબંદરનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. ત્યારે રાજવીઓની આગવી કોઠાસૂઝના કારણે જૂનું પોરબંદર આજે પણ નખશિખીનું જીવંત ઉદાહરણ છે.

અનેક ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠું છે

શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની નગરી
જેઠવા વંશની રાજધાની ગણાતા પોરબંદરને પ્રજા વાત્સલ્ય રાજવીઓ મળ્યા છે. જેમાં નટવરસિંહજીએ જે રીતે પોરબંદરનું નિર્માણ કર્યું છે જેને આજે પણ લોકો વિચારી શક્યાં નથી. પોરબંદરને ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં પોરબંદર વિખ્યાત બન્યું છે. આ ઉપરાંત સુરખાબ નગરીનું પણ બિરુદ પોરબંદરે મેળવ્યું છે અને પૂજ્ય મોરારીબાપુએ સત્યમ-શિવમ-સુંદરમની ઉપમા આપી છે.

ઘણાં જોવાલાયક સ્થળો આવેલા છે

અનેક ઐતિહાસિક ધરોહરોનું હબ
પોરબંદર શહેર રાજકીય ક્ષેત્રે પણ હંમેશા ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે. હાલ પોરબંદર સતત વિકસતું શહેર બની ગયું છે. અરબી સમુદ્રના કિનારે રેતીમાં રમતા આ નગરમાં આજે પણ રાજવીઓએ આપેલા ઐતિહાસિક ઇમારત પોરબંદરને ગૌરવ પ્રદાન કરે છે. આરજીટી કોલેજનો દરિયાઈ મહેલ, છાંયામાં આવેલ દરબાર ગઢ, ચિતલા ચોકનો દરબાર ગઢ ઐતિહાસિક કલા વારસો ધરાવે છે અને આજે પણ આ ઇમારતો પોરબંદરને એક આગવું ગૌરવ પ્રદાન કરે છે.

અરબી સમુદ્ર કિનારે વસેલી સુદામાનગરી

સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલું વહાણ હકારી તેનો ઉત્સવ ઉજવાતો
પોરબંદરમાં અનેક વર્ષો જૂની પરંપરાથી નાળીયેરી પૂનમનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. ચોમાસા પછી નાળિયેરી પૂનમ રક્ષાબંધનના દિવસે દરિયાનું બારણું ખૂલે છે. સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલું વહાણ હંકારી તેનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. સાથોસાથ પોરબંદરની સ્થાપનાનો ઉત્સવ પણ ઉજવાતો હતો. આજના દિવસે પોરબંદરની સ્થાપના થયેલી હોવાથી તેમજ આજના દિવસે રાજધાની તરીકે પોરબંદરનું તોરણ બાંધવામાં આવ્યું હતું. આમ અનેક વર્ષો જૂની પરંપરાને માછીમારો દ્વારા જાળવી રાખવામાં આવી છે. આજે સમુદ્ર પૂજન સાથે વિધિવત રીતે માછીમારો માછીમારીના વ્યવસાયનો શુભારંભ કરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી