તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પોરબંદરમાં રસીકરણ માટે ટોકન સિસ્ટમ બંધ કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ટોકન લેવા માટે લાભાર્થીઓનો ધસારો રહેતો હતો

પોરબંદરમાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીન લેવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. હાલ ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીન દેવાનું શરૂ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વેકશીન આપવા માટે જિલ્લામાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે વેકશીન લેવા માટે લાભાર્થીઓનો ઘસારો થયો હતો અને સરકાર દ્વારા વેકશીનનો જથ્થો મર્યાદિત આપવામાં આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

આ ટોકન સિસ્ટમને કારણે લાભાર્થીઓ વહેલી સવારે ટોકન લેવા પહોંચી જતા હતા અને લાભાર્થીઓને 2 વખત ધક્કા ખાવા પડતા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના રસીકરણ કેન્દ્ર પર રસીકરણ માટે લાભાર્થીઓનો ઘસારો જોવા મળતો ન હોય જેથી અગાવ રસીકરણ માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવેલ હતી જે બંધ રાખેલ છે જેથી જે લોકોને રસી લેવી હોય તે રસીકરણ કેન્દ્ર પર જઈ ને રસી લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...