યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સાહસ:આજે પોરબંદરના સમુદ્રની વચ્ચોવચ તીરંગો લહેરાવાશે

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે રાષ્ટ્રના 75માં સ્વાતંત્ર-દિન નિમિતે પોરબંદરની શ્રી રામ સ્વીમીંગ ક્લબ સંસ્થા દ્વારા દર વખતની જેમ આ વખતે પણ સમુદ્રની વચ્ચો વચ્ચ તિરંગો લહેરાવી અરબી સમુદ્રમાં તિરંગા ની આણ પ્રસ્થાપિત કરવામાં આવશે. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ ની સાથો સાથ સાહસ અને સોર્ય ની ભાવના પ્રગટે તેવા હેતુ થી છેલા વીશેક વર્ષથી પ્રજાસતાક પર્વ અને સ્વતંત્ર પર્વ નિમિતે દર સાલ પોરબંદર ના સમુદ્ર માં વચ્ચો વચ્ચ દ્વાજવંદન કરતી શ્રી રામ સ્વીમીંગ ક્લબ ના સભ્યો દ્વારા આજે દેશના 75માં સ્વતંત્ર-દિન નિમિતે આજે વહેલી સવારે સાત વાગ્યે પોરબંદરના સમુદ્રની વચ્ચે દ્વાજ્વંદન કરવામાં આવશે. ધ્વજવંદન બાદ પોરબંદરના સમુદ્ર માં ફરકાવામા આવેલો રાષ્ટ્ર ધ્વજ આજે સાંજ સુધી પોરબંદરના સમુદ્રમાં શાનથી લહેરાશે.