તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર, જિલ્લામાં ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાશે

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લો બમ બમ ભોલેના નાદ સાથે શિવમય બનશે

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. જિલ્લામાં ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લો બમ બમ ભોલેના નાદ સાથે શિવમય બનશે. શ્રાવણ માસના પ્રારંભથી પોરબંદર જિલ્લામાં શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ શિવમય બન્યું છે. આ શ્રાવણ માસના સોમવારે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો હતો જેથી ભાવિકોએ સોમવાર અને જન્માષ્ટમીનો દિવસ ભક્તિભાવ પૂર્વક ઉજવ્યો હતો. આ શ્રાવણ માસ દરમ્યાન 5 સોમવાર આવ્યા છે. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે.

આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસ છે. જે ધાર્મિક દૃષ્ટિએ મહત્વનો દિવસ છે. આ સોમવતી અમાસના દિવસે જિલ્લાના શિવાલયોમાં મહાદેવને વિશેષ શૃંગાર દર્શન યોજાશે તેમજ રાત્રે 12 વાગ્યે શિવાલયોમાં મહા આરતી યોજાશે.

કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવતા પોરબંદર જિલ્લાના ભાવિકોએ ગાઈડલાઈનના પાલન સાથે ધાર્મિક કાર્યક્રમનો લહાવો લીધો છે. આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસ નિમિતે જડેશ્વર મંદિર ખાતે લાલબાગના રાજા ગણેશજીના દર્શન સાથે 1551 લાડુનો ભોગ લગાવવામાં આવશે જ્યારે ભાવેશ્વર મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગના દર્શન અને નટરાજ ગ્રુપ દ્વારા ક્લાસિકલ નૃત્ય સહિતના કાર્યક્રમ તેમજ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે. જિલ્લાના શિવાલયોમાં આજે બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. શિવાલયોમાં વિવિધ શૃંગાર દર્શન સાથે વિવિધ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...