તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:આજે જિલ્લામાં 96 સ્થળે 8 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં કોરોના વેક્સિન અંગે મેગા કેમ્પ યોજાયો

પોરબંદર જિલ્લામાં કોરોના વેકશીન અંગે મેગા કેમ્પ યોજાયો હતો જેમા જિલ્લામાં 94 સ્થળે 7334 વ્યક્તિઓને વેકશીન અપાઈ હતી. આજે જિલ્લામાં 96 સ્થળે 8 હજાર લોકોને વેકશીન આપવાનું આયોજન કરાયું છે. જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીન કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવી છે. ગઈકાલે ગુરુવારે વેકશીન આપવા માટે મેગા કેમ્પ યોજાયો હતો જેમા પોરબંદર જિલ્લામાં 94 વેકશીન કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલ સ્ટાફ, જજ, કોર્ટના સ્ટાફ ઉપરાંત 45 વર્ષથી ઉપરની વય ધરાવતા વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

આમ આ મેગા કેમ્પમાં 94 સ્થળે કુલ 7334 વ્યક્તિઓએ રસી લીધી હતી. જિલ્લામાં હાલ વેકશીનના 8150 ડોઝનો સ્ટોક છે. આજે શુક્રવારે પણ પોરબંદર જિલ્લામાં મેગા વેકશીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લામા 96 વેકશીન કેન્દ્ર ખાતે 8 હજાર વ્યક્તિઓને વેકશીન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડીડીઓ વી. કે. અડવાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં વેકશીન આપવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં રેલવે સ્ટાફ, બેન્ક અને પોસ્ટના કર્મીને પણ વેકશીન આપવાનું આયોજન છે.

પોરબંદરના જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ જિલ્લાવાસીઓને અપીલ કરી જણાવ્યું હતું કે કોરોના પ્રતિરોધક રસી સંપૂર્ણ સુરક્ષિત છે. જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ રસી મુકાવી છે. 45 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોએ નજીકના વેકશીન કેન્દ્ર પર વહેલી તકે રસી મુકાવે તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો