રેસ્ક્યુ:ખાડીના પાણીમાં જાળમાં ફસાયેલા પક્ષીઓને બચાવવા યુવાનો શરિરે નાળા બાંધી જીવના જોખમે કરે છે રેસ્ક્યુ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડી કાંઠે માછલા પકડવાની જાળ નાખતા પક્ષીઓ ફસાય છે પક્ષીપ્રેમીઓ દ્વારા રોજ રેસ્ક્યુ કરવામાં આવે છે

પોરબંદરના વાણંદ સોસાયટી પાછળ આવેલ ખાડીમાં કેટલાક લોકો માછલાં પકડવા માટે જાળ બિછાવે છે જેથી જારમાં પક્ષીઓ ફસાઈ જતા પક્ષીપ્રેમીઓ રેસ્ક્યુ કરી પક્ષીને બચાવી રહ્યા છે અહીં સમસ્યાનું નિવારણ લાવવા તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ વાણંદ સોસાયટીની પાછળ ખાડી આવેલ છે. આ ખાડીમાં હાલ પુષ્કળ પાણી વહે છે. ખાડીમાં રાત્રી અને દિવસ દરમ્યાન કેટલાક લોકો માછલાં પકડવા જાળ બિછાવી જાય છે અને આ બિછાવેલી જાળમાં પક્ષીઓ ફસાઈ જાય છે. અને ફસાઈ ગયેલ પક્ષીઓ બહાર નીકળવા તરફડીયા મારે છે. કેટલાક પક્ષીઓને ગંભીર ઈજા પણ પહોંચે છે તો કેટલાક પક્ષીના મોત થાય છે.

દર બે દિવસે જાળમાં પક્ષી ફસાઈ જતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રહેતા પક્ષીપ્રેમી રામભાઈ બાપોદરા, લખમણ ઓડેદરા, હર્ષદ બામણિયા, નાગાજણ ઓડેદરા, ભાર્ગવ સોલંકી સહિતના પક્ષીપ્રેમીઓ આ પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને જાર માંથી બહાર કાઢે છે.

યુવાનોએ જણાવ્યું હતુંકે, જારમાં પક્ષી ફસાઈ જતા તરફડીયા મારતા હોય છે જે જોઈ શકાતું નથી. જેથી ખાડીના પાણીમાં ઉતરીને પક્ષીને બહાર કાઢીએ છીએ. અને વનવિભાગને જાણ કરતા તેઓની ટીમ 2 કલાક બાદ પહોંચે ત્યારે પક્ષીનું મોત થઈ ગયું હોય છે. આથી જાળ નાખવાનું બન્ધ કરાવવામાં આવે અથવા પક્ષીઓ જાળમાં ન ફસાઈ તે માટે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પક્ષીપ્રેમી યુવાનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...