તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળીની ઉજવણી:પોબંદરમાં તિલક હોળીની ઉજવણી, પ્રજ્ઞાચક્ષુઓ ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લા NSUI દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લા NSUIએ પ્રજ્ઞાચક્ષુઓ સાથે તિલક હોળી ઉજવી હતી.અંધજન ગુરુકુળના પ્રજ્ઞાચક્ષુઓ ડીજે ના તાલે જુમ્યા હતા. જીવનમાં રંગબેરંગી કલર કેવો હોય છે તે જોઈ શકતા નથી તેવા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પુરવા પોરબંદર જિલ્લા NSUIની ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ કરતું આવ્યું છે.

દરવર્ષે આ પ્રજ્ઞાચક્ષુના વિધાર્થીઓ માટે ડીજે ના તાલે ગુલાલ ઉડાડીને હોળી ખેલવાનું આયોજન NSUI દ્વારા કરવામાં આવે છે. અને હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇન મુજબ ગુલાલ કે પાણી વડે હોળી રમવાની મનાઈ હોય જેથી NSUI એ તિલક હોળી કરી ઉજવણી કરી હતી. જેમાં પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને ડીજે તાલે જુમાવ્યા હતા અને તેમને હોળીની મજા માણી હતી.

પ્રજ્ઞાચક્ષુઓએ આ તહેવારને મનમૂકીને માણ્યો હતો. હોળી રમ્યા બાદ તમામ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ મિષ્ટાન તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ અને તેમની ટીમ ઉમેશરાજ બારૈયા, કુણાલ રજવાડી,જયદિપ સોલંકી, યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આયોજન કરવા બદલ પોરબંદર NSUI ટીમનો અંધજન ગુરુકુલના સંચાલક કમલેશભાઈ ખોખરી એ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો