ભાજપના ઉમેદવારોની યાદી:પોરબંદર બેઠક પર બાબુ બોખરીયાને ટિકિટ; રમેશ ઓડેદરાએ કુતિયાણા બેઠક પર ફોન કરી જાણકારી આપી હોવાનો દાવો કર્યો

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપે 83-પોરબંદર બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પોરબંદર બેઠક પરથી ભાજપે બાબુ બોખરીયાને ટિકિટ આપી છે. પ્રદેશ ભાજપ દ્વારા મોડી રાત્રે ફોન કરીને બાબુ બોખરીયાને જાણકારી આપી હતી. બાબુ બોખરીયા હાલ પોરબંદર વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. ભાજપ દ્વારા બાબુ બોખરીયાને ફરી ટિકિટ આપવામાં આવતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કુતિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર ન કરાયો
ગઇ કાલે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ મોડી રાતે ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામા આવી હતી, ત્યાર બાદ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને 160 બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી છે. આ યાદીમા પોરબંદર બેઠક પરથી બાબુ બોખરીયાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, કુતિયાણા બેઠકના ઉમેદવારની કોઈ જાહેરાત કરવામા આવી નથી, ત્યારે કુતિયાણા બેઠકના દાવેદાર રમેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, તેમને ફોન કરીને જાણકારી આપવામા આવી છે. જેને લઇને હાલ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...