શુભેચ્છાઓની વર્ષા:પોરબંદરના વનાણા ગામના ત્રણ યુવાનો ચાલીને હરિદ્વાર પહોંચ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના વનાણા ગામના ત્રણ યુવાનો ચાલીને હરિદ્વાર પહોંચ્યા છે. આ ત્રણ યુવાનોએ હરિદ્વાર પગપાળા ચાલીને પહોંચવાની યાત્રા પૂર્ણ કરતાં તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ હરિદ્વારની યાત્રા ખાતે જતા હોય છે. અને હરિદ્વારની યાત્રા કરી ધન્યતા અનુભવે છે, ત્યારે પોરબંદર નજીક આવેલ વનાણા ગામના ત્રણ યુવાનોએ પગપાળા ચાલીને હરિદ્વાર યાત્રા કરવાની માનતા રાખી હતી. જેથી વનાણા ગામના ત્રણ યુવાનો તાજેતરમાં પગપાળા ચાલીને હરિદ્વાર પહોંચ્યા છે.

વનાણા ગામના મનજીભાઈ નારણભાઈ ઓડેદરા, હરીશભાઇ દેવજીભાઈ ઓડેદરા અને રાજુભાઈ મૂળજીભાઈ ઓડેદરા સહિતના ત્રણ યુવાનોએ પગપાળા ચાલીને હરિદ્વાર સુધીની યાત્રા પૂર્ણ કરી છે. આ યુવાનો પેલી એપ્રિલે વનાણા ગામથી હરિદ્વાર પગપાળા જવા માટે નીકળ્યા હતા. અને ૧૪ મેના આ યુવાનો હરિદ્વાર પહોંચ્યા છે. રસ્તામાં અનેક ધર્મ પ્રેમીજનોએ તેમનું ઠેરઠેર સ્વાગત કર્યું હતું. વનાણા ગામના ત્રણ યુવાનોએ પગપાળા હરિદ્વારની યાત્રા પૂર્ણ કરી છે, તેથી તેઓને ઠેરઠેરથી શુભેચ્છાની વર્ષા થઇ હતી.

ઉનાળાના કાળઝાળ તડકામાં દોઢ માસના સમયમાં યુવાનોએ 1730 કિલોમીટરનું અંતર કાપ્યું
પોરબંદરના વનાણા ગામના ત્રણ યુવાનો પગપાળા ચાલીને હરિદ્વારની યાત્રાએ પહોંચ્યા છે. આ યુવાનોએ દોઢ માસ જેટલા સમયમાં હરિદ્વાર સુધી પગપાળા ચાલીને પહોંચવાની યાત્રા પૂરી કરી છે. ત્યારે આ યુવાનોએ ૧૭૩૦ કિલોમીટરનું અંતર કાપ્યો છે. અને તેઓએ ઉનાળાના કાળઝાળ તડકામાં કપરી પરિસ્થિતિનો સામનો કરી યાત્રા પૂર્ણ કરી છે. જેથી આસપાસના ગ્રામ્ય પંથકના લોકોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...