તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પોરબંદરમાં આપઘાતના ત્રણ બનાવમાં 3 લોકોએ જીવ ખોયા

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇન્દિરાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
 • જિલ્લામાં બે વ્યક્તિઓએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

પોરબંદર જિલ્લામાં આપઘાતના અલગ અલગ બનાવોમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઇને તો અન્ય બે વ્યક્તિઓએ ઝેરી દવા પીને પોતાની જીંદગીનો અંત આણ્યાના બનાવો સામે આવ્યા છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામના વાડી વિસ્તારમાં રહી ખેત-મજુરી કરતા મુળ મધ્યપ્રદેશ રાજ્યના દિનુભાઇ રાયસીંગભાઇ અખાડીયા નામના ૧૮ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઇ આપઘાત કરી લીધો હતો.

આ ઉપરાંત પોરબંદર શહેરના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા અને બીરલા કંપનીમાં કામ કરતા મોરારીદાસ રાપ્રસાદ ગોંડલીયા નામના ૨૭ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર બીરલા કંપનીની અંદર પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા, તેને તાબોડતોબ સરકારી ભાવસિંહજી હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મોરારીપ્રસાદને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા કિશોરભાઇ ધનજીભાઇ જુંગી નામના ૫૦ વર્ષીય આધેડે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓનું પણ મોત નીપજતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો