તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જમીન વેચાણ મુદ્દે મહિલા પર ત્રણ શખ્સનો હુમલો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળનો પ્લોટ વેચવાની ના કહી માર માર્યો

પોરબંદર જિલ્લાના મુળ માધવપુર ગામે રહેતા એક મહિલાને ૩ શખ્સોએ તેણીના વેરાવળ ખાતેના પ્લોટનું અન્ય કોઇને વેચાણ ન કરવાનું કહીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. મુળ માધવપુર ગામે રહેતા પુરીબેન પોલાભાઇ મકવાણા નામના મહિલાએ પોલીસ ફરીયાદ કરી જણાવ્યું છે કે, પોતાની માલીકીનો એક પ્લોટ વેરાવળ ખાતે આવેલો છે અને આ પ્લોટની બાજુમાં જ વિરા લખમણ મકવાણા, પબા લખમણ મકવાણા અને પાંચા જેઠા મકવાણાનો પ્લોટ પણ આવેલો હોય અને આ તમામ પુરીબેનના પ્લોટને અન્ય કોઇને વેચવા દેવા માંગતા ન હોય, જેથી આ ત્રણેયએ પુરીબેનને તેણીનો પ્લોટ અન્ય કોઇને વેચાણે આપવાની ના કહી, ભૂંડી ગાળો કાઢી, લાકડી વડે હાથ-પગમાં બેફામ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો