તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાકિસ્તાન દરિયામાંથી ત્રણ ભારતિય બોટ, 17 માછીમારને ઉઠાવી ગઇ, મેસેજ વાયરલ

પોરબંદર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેસેજમાં જણાવાયુ છે કે ઝડપાયેલા માછીમારો પાક. પોલીસને સોંપી દેવાયા : સતાવાર પુષ્ટિ થઇ શકી નથી

પાકિસ્તાનના દરીયામાં માછીમારી કરી રહેલી ૩ ભારતીય બોટ અને 17 માછીમારોને પાક.મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે, તેવો મેસેજ સોસીયલ મિડિયામાં વાયરલ થયો છે. આ અંગે હજુ સુધી સતાવાર પુષ્ટી થઇ શકી નથી.પાકિસ્તાનના પૂર્વી દરીયાઇ ક્ષેત્રમાં પેટ્રોલીંગ કરી રહેલા PMSA વહાણે 3 ભારતીય ફીશીંગ બોટ અને 17 માછીમારોને ઝડપી લીધા હતા. મેસેજમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે તાજેતરના ભૂતકાળમાં પાક.ના દરીયામાં ઘૂસણખોરીનો અનિયંત્રિત વધારો જોવા મળ્યો છે અને આ પકડાયેલી 3 બોટમાં GPS સહિતના સાધનો પણ મળી આવ્યા છે.

જેમાં ઉમેરવામાં આવ્યુ છે કે ભારતીય માછીમારો પાકિસ્તાનના માછીમારોની આજીવિકાની કિંમતે પાક.ના દરીયાના સમુદ્ર સિંઘુ દરીયાઇ ક્ષૈત્રમાં ઘૂસણખોરી કરીને ઉચ્ચતમ ગુણવતાવાળી માછીલીઓનો જથ્થો લઇ જાઇ છે. જેને લીધે પાકિસ્તાનને આર્થિક નૂક્શાન થઇ રહ્યુ છે. પ્રાથમિક તપાસમાં કાનૂની કાર્યવાહી માટે તેઓને પાકિસ્તાનની ડોગ્સ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો