રંગોત્સવનું આયોજન:પોરબંદરમાં ત્રિદિવસીય રંગોત્સવનો પ્રારંભ, રાજ્યમાંથી 50 ચિત્રકારોએ વોટર કલર દ્વારા લાઈવ ચિત્રો બનાવ્યા

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ત્રિદિવસીય રંગોત્સવનો પ્રારંભ કરાયો. - Divya Bhaskar
પોરબંદરમાં ત્રિદિવસીય રંગોત્સવનો પ્રારંભ કરાયો.
  • મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી સ્થાપના દિવસ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી સ્થાપના દિવસ નિમિત્તે પોરબંદરમાં ત્રિદિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્ય માંથી 50 જેટલા ચિત્રકારોએ વોટર કલર દ્વારા લાઈવ ચિત્રો બનાવ્યા છે. પોરબંદરમાં પ્રથમ વખત રાજ્યભર માંથી 50 જેટલા ચિત્રકારો પોરબંદર ખાતે ઇનોવેટીંગ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રણ દિવસની ચિત્ર શિબિર રંગોત્સવમાં ઉપસ્થિત થયા છે.

આ શિબિરનો પ્રારંભ થયો છે ત્યારે ગઈકાલે અસમાવતી ઘાટ નજીક આ ચિત્રકારોએ 90 જેટલા ચિત્રો વોટર કલર વડે કંડારયા છે. અને શનિવારે આ ચિત્રકારોએ સંદીપની હરિ મંદિર ખાતે ચિત્રોને પોતાની કલા આપી કંડારયા છે. મુંબઇ અને પુના સહિત ગુજરાતના દિગ્ગજ ચિત્રકારો પોરબંદર લાઈવ ચિત્રો બનાવી રહયા છે.

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના સ્થાપના દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવારે આ ચિત્રકારો રાજમહેલ નજીક લાઈવ ચિત્રો બનાવશે. આવતીકાલે તા.16 અને તા. 17 દરમ્યાન સવારે 9 થી 12 અને શાંજે 4 થી 8 સુધી ચિત્ર પ્રદર્શનનું આયોજન નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે રાખવામાં આવ્યું છે. આ ચિત્રો નિહાળવા ઇનોવેટિવ ગ્રુપ દ્વારા પોરબંદરની કલાપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...