તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી સરકારી નોકરી મેળવી લીધી, આરોગ્ય શાખામાં હેલ્થ વર્કર તરીકેની નોકરી કરતા શખ્સ વિરુદ્ધ THO એ ફરિયાદ લખાવી

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જીલ્લાના આરોગ્ય શાખામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકેની નોકરી કરનાર શખ્સ સામે પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસર(THO)એ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સરકારી નોકરી મેળવી હોવા અંગેની ફરીયાદ નોંધાવી છે. પોરબંદર જીલ્લાના આરોગ્ય વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકેની નોકરી કરતા મૂળ જુનાગઢ જીલ્લાના વિરોલ ગામે રહેતા કમલેશ માલદેભાઇ ડાકી વિરૂધ્ધ પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસર ડો.પીયુષ વાજાએ ફરીયાદ લખાવી જણાવ્યુ હતુ કે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી દરમ્યાન આરોપી કમલેશે ટેક્નોગ્લોબલ યુનિર્વસીટી શિલોંગ (મેઘાલય) ખાતેથી ડિપ્લોમાં ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કર્યા અંગેના ખોટા સર્ટીફીકેટ અને બનાવટી ડીગ્રીઓ રજૂ કરીને પોરબંદર જીલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં હેલ્થ વર્કર તરીકેની સરકારી નોકરી મેળવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો