તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવતા આદિત્યાણા ગામે રહેતા આંગણવાડી વર્કર બહેનના મકાને કોઇ અજાણ્યા ચોર ત્રાટક્યા હતા અને દાગીના સહિત રોકડ રકમ તથા બેંકબૂકોની ઉઠાંતરી કરી ચોરી કરી લઇ ગયાનો બનાવ સામે આવ્યો છે. આદિત્યાણા ગામના કાદીપ્લોટ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને આંગણવાડી વર્કર તરીકેની નોકરી કરતા મુકતાબેન સુરેશભાઇ સાદિયાના રહેણાંક મકાનમાં ગઇ રાત્રીના સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઘૂસ્યા હતા અને મકાનની ઓસરીનું તાળુ તોડીને
ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના કબાટમાં રાખવામાં આવેલા સોનાનો નેકલેશ, વીંટી, ચાંદીના સદરા તથા જુદી જુદી બેંકના ખાતાની બેંકબૂકો તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ.૭૮,૫૦૦/- જેટલી રકમની મતા ઉસેડી જઇ, ચોરી કરી લઇ ગયાનો બનાવ બનતા, મૂકતાબેને આ બાબતે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.