વિવાદ:ચણાની ભુકી બાબતના પૈસા માગતા માર મારી ખેતરમાં ઢસડ્યો, ફરિયાદ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિમર ગામના ખેડૂતને 4 શખ્સોએ માર માર્યો

સિમર ગામના ત્રાવીયા સીમમાં રહેતા રાજુભાઇ રણમલભાઇ ખીસ્તરીયા નામના ખેડૂતે ચણાની ભૂકી રાજુ નાથાભાઇ ગમારા નામના શખ્સને વેચાતી આપેલ હોય અને તે ભુકી ભરવા માટે જયારે રાજુ ગમારા આવ્યો ત્યારે રાજુભાઇ ખીસ્તરીયાએ તેની પાસેથી સાટાના બાકી નીકળતા પૈસાની માંગણી કરતા તેણે ભૂકી વેચીને પૈસા આપી દેવાનું કહેતા રાજુભાઇ ખીસ્તરીયાએ અત્યારે જ પૈસા આપવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેની સાથે આવેલા આલા નાથાભાઇ ગમારા, વછરામ ગમારા તથા એક અજાણ્યા શખ્સે તેમને લાકડા ધોકાવડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...