તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજ:જિલ્લામાં અખાત્રીજે માત્ર 29 લગ્ન થશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પગલે સોની બજાર બંધ હોવાથી લોકો સોનાની ખરીદી નહીં કરી શકે

પોરબંદર જિલ્લામાં આજે અખાત્રીજના દિવસે 29 લગ્ન યોજાશે. કોરોનાને પગલે સોની બજાર બંધ હોવાથી લોકો સોનાની ખરીદી નહિ કરી શકે. અખાત્રીજનું અનેરું મહત્વ રહેલું છે. દિવસે કોઈ શુભ કાર્યમાં મુહૂર્ત જોવામાં આવતું નથી. આ દિવસે સગાઈ, લગ્ન, દુકાનના ઉદ્ધાટન, વાસ્તુ સહિતના શુભ કર્યો થતા હોય છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સમય પહેલા અખાત્રીજના દિવસે અનેક શુભ પ્રસંગો થતા હતા. વાડીઓ ફૂલ થઈ જતી અને લોકો પ્રસંગો મન ભરી માણતા હતા. કોરોનાને પગલે લગ્નમાં કુલ 50 વ્યક્તિઓની છૂટ છે અને ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર લગ્ન અંગેની નોંધણી કરાવવી પડે છે. નોંધણી મુજબ અખાત્રીજના દિવસે 29 લગ્નો યોજાશે. પોલીસ દ્વારા પણ જે સ્થળે લગ્ન યોજાય ત્યાં ગાઈડલાઈનના પાલન અંગે તપાસ કરવામાં આવી રહી છે.

કોરોનાને પગલે પોરબંદર જિલ્લામાં હાલ આવશ્યક ચિજો સિવાયની તમામ દુકાનો બંધ છે. આ દિવસે સોનાની ખરીદીથી અક્ષય થાય છે. ક્ષય થતો નથી. પરંતુ કોરોનાને પગલે થયેલ લોકડાઉનના કારણે ગ્રાહકો શુકનવંતુ સોનુ નહિ ખરીદી શકે. ગત વર્ષે પણ અખાત્રીજના દિવસે લોકડાઉન હતું જેથી ગ્રાહકો સોનાની ખરીદી કરી શક્યા ન હતા.

સોની વેપારીએ જણાવ્યું હતું કે કોરોના સમય પહેલા આ દિવસે સવારથીજ સોની બજારમાં ગ્રાહકોની ભીડ રહેતી હતી અને પોતાની શક્તિ મુજબ ગ્રાહકો સોનુ ખરીદી કરતા હતા. તે દિવસે દરેક સોનાની દુકાને તેજી જોવા મળતી અને સારો વેપાર થતો પરંતુ હાલ લોકડાઉન છે. અને લોકોની સલામતી માટે લોકડાઉન જરૂરી છે જેથી આવતા વર્ષે બધાની અખાત્રીજ સારી જશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આર્યસમાજ ખાતે 4 લગ્ન યોજાશે
પોરબંદર જિલ્લામાં અખાત્રીજના 29 લગ્નો યોજાશે. જેમાં શહેરમાં 11 લગ્નો યોજાશે જેમાંથી આર્યસમાજ ખાતે આજે 4 લગ્ન યોજાશે. સંચાલકોએ જણાવ્યું હતું કે અહીં કોરોનાને પગલે માત્ર 30 વ્યક્તિને જ એકત્ર થવા દઈએ છીએ. અગાવ આ દિવસે અનેક લગ્નો યોજાતા હતા પરંતુ હાલ 4 લગ્ન જ યોજાશે. અનેક લગ્નો બુક થયા હતા કોરોનાને કારણે બુક થયેલ લગ્નો પણ મોકૂફ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...