તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોચીંગ કલાસીઝ શરૂ કરવા માંગ ઉઠી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપાર-ધંધા, સ્વિમીંગ પૂલ અને થીએટર ખુલી ગયા તો ટ્યુશનને શું કામ તાળું ? રજૂઆત કરાઇ

પોરબંદરના કોચીંગ કલાસીસના સંચાલકોએ ગુજરાત ફેડરેશન ઓફ એકેડમીક એશોસીએશનના નેજા તળે પોરબંદરના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોરબંદરમાં કોચીંગ કલાસ શરૂ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. વેપાર-ધંધા, સ્વમીંગ પૂલ અને થીએટર ખુલી ગયા તો કલાસીસે શું કામ તાળું ? તેની રજૂઆત કરાઇ છે.

કોચીંગ કલાસના સંચાલકોએ કલેકટરને રજુઆત કરી છે કે કોરોના હવે ઘણો કાબૂમાં આવી ગયો છે, મૃત્યુદર શૂન્ય છે, કોરોનાના કેસ નહિવત આવે છે, વેપાર-ધંધા વ્યવસાય, મંદિર, મસ્જીદ, ચર્ચ, જીમ, સ્વીમીંગ પૂલ, થીએટર બધું જ ખુલી રહયું છે તો માત્ર ટયૂશન કલાસીસને તાળા હજુ સુધી કેમ ખુલતા નથી. રજૂઆતમાં જણાવાયું છે કે શાળા અને ટયૂશન કલાસીસ તફાવત છે.

શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે અને કલાસીસમાં ખૂબ જ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે જેથી સોશ્યલ ડીસ્ટેન્સીંગ રાખવું શકય છે તેમજ અલગ-અલગ વર્ગ અલગ-અલગ સમયે હોય છે તેમજ કલાસીસ ચાલુ થાય તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહમત છે ત્યારે સરકારે કલાસીસ શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવી જોઇએ. તે ઉપરાંત સરકારે 15-15 મહિનાથી બંધ કલાસીસના સંચાલકોની મુશ્કેલી સમજી પ્રોપર્ટી ટેક્ષ માફ કરવા જોઇએ, લાઇટબીલમાં રાહત આપવી જોઇએ અને કલાસીસ સંચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઇએ.

હાલ અનેક કલાસીસ સંચાલકો અને શિક્ષકોની સ્થિતિ કફોળી બની ગઇ છે જેથી આવા અનેક શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે ત્યારે હજુ પણ સરકાર દ્વારા મદદ કરવામાં નહીં આવે તો અનેકને આત્મહત્યા કરવાનો વારો આવી જશે તેમ અંતમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...