તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પોરબંદરથી સારંગપુર સુધીની બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસ બદલીને મુસાફરી કરવી પડતી હોવાથી ભાવિકોને મુશ્કેલી વેઠવી પડે, ચેમ્બર દ્વારા ધારદાર રજુઆત કરાઇ

પોરબંદરથી ડાયરેકટ સારંગપુર સુધીની બસ શરૂ કરવા ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિભાગીય નિયામક સહિતના ઉચ્ચકક્ષાએ પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું હતું કે સારંગપુર મોટું ધાર્મિક સ્થળ છે. ગુજરાત તથા અન્ય રાજ્ય માંથી શ્રદ્ધાળુઓ શ્રીકષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શનાર્થે આવન જાવન કરતા હોય છે.

પોરબંદર વિસ્તાર માંથી પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે. ખાસકરીને શનિવાર અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો જતા હોય છે પરંતુ સારંગપુર જવા માટે અહીંથી કોઈ ડાયરેકટ બસ સુવિધા ન હોવાથી ભાવિકોને ગોંડલ - આટકોટથી બસ બદલવી પડે છે જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો પોરબંદરથી ડાયરેકટ સારંગપુર ની બસ શરૂ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલી દૂર થાય અને ટ્રાફિક મળવાથી એસટી વિભાગને પણ આવક થશે. જેથી પોરબંદરથી સારંગપુર ડાયરેકટ બસ શરૂ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો