પોલીસ ચોકી શરૂ કરવા માંગ:બોખીરા આવાસ યોજના વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવા માંગ ઉઠી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સહિતની બદીઓ વધી હોવાથી કોંગ્રેસની રજૂઆત

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદનો વિસ્તાર ખુબ જ વિશાળ છે જયારે વસ્તી ખુબ જ વધારે છે. પોરબંદરમાં કુછડી રોડ ઉપર ગરીબો માટે બનેલા 2448 આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તેથી અહીંના જુબેલી-બોખીરા વિસ્તારમાં પોલીસ ચોકીની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે,પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદ ખુબ જ વિશાળ છે અને તેમાં ઉદ્યોગનગર થી માંડીને જુબેલી-બોખીરા સહિત ત્રણ માઈલ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં કાચો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સારી રીતે જળવાય રહે તે માટે જુબેલી વિસ્તારમાં પુલની આજુ-બાજુમાં પોલીસ ચોકી હોવી જોઈએ આ વિસ્તારના લોકોને પાસપોર્ટ વેરીફીકેશન સહિત અન્ય કોઈ કામગીરી માટે,કાર્યક્રમની મંજુરી માટે તેમના રહેણાંક વિસ્તારથી 4 કિ.મી દુર આવેલા ઉદ્યોગનગર પોલીસ મથક સુધી ધક્કા થાય છે

તેથી વહેલી તકે આ મુદે તંત્ર દ્વારા પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત ગરીબો માટે બોખીરા કુછડી રોડ ઉપર બનાવાયેલા 2448 આવાસ સ્થળે પણ પોલીસ ચોકીની ખાસ જરૂરીયાત છે. આ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તે ઉપરાંત નાના મોટા ઝઘડાઓ સહિત ક્રાઈમ પણ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...