રજૂઆત:ચોપાટી સહિતના વિસ્તારમાં ચેતવણી દર્શક સાઈન બોર્ડ લગાવવા ઉઠી માંગ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેટલાક પ્રવાસીઓ પણ દરિયાનાં પાણીમાં પગ બોળવા જાય છે. - Divya Bhaskar
કેટલાક પ્રવાસીઓ પણ દરિયાનાં પાણીમાં પગ બોળવા જાય છે.
  • પર્યટકો અને સ્થાનિકો દરિયામાં કરંટ હોવા છતાં પગ બોળવા જાય છે

પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળે છે ત્યારે કેટલાક સ્થાનિકો અને પ્રવાસીઓ દરિયામાં પગ બોળવા જાય છે. અહી લોકોને દરિયા કિનારે પાણીમાં પગ બોળવા ન જવા અંગે ચેતવણી રૂપી સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે પોરબંદરના ચોપાટીના દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. મોજાઓ ઉપરા ઉપર ઉછળી રહ્યા છે અને ભારે દરિયાઈ મોજા ભેખડ પર ટકરાઈને 10 ફૂટ જેટલા ઉછળે છે.

નવી ચોપાટીથી જૂની ચોપાટી સુધીના વિસ્તારમાં હજુ સુધી ચેતવણી રૂપી સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નથી.
નવી ચોપાટીથી જૂની ચોપાટી સુધીના વિસ્તારમાં હજુ સુધી ચેતવણી રૂપી સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નથી.

આવા દરિયાઈ કરંટ વચ્ચે કેટલાક સ્થાનિક બાળકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. તો કેટલાક પ્રવાસીઓ પણ દરિયાનાં પાણીમાં પગ બોળવા જાય છે. નવી ચોપાટીથી જૂની ચોપાટી સુધીના વિસ્તારમાં હજુસુધી ચેતવણી રૂપી સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છેકે, કુછડી ગામે ખીમેશ્વર મહાદેવ મંદિર સામેના દરિયામાં એક બાળક પાણીમાં ગરકાવ થતા બાળકનું મૃત્યુ થયું હતું. અને ત્યારબાદ કુછડી ગ્રામપંચાયત દ્વારા આસપાસના દરિયા કિનારે ચેતવણી રૂપી સાઈન બોર્ડ લગાવી દરિયામાં ન જવા સૂચના આપતા બોર્ડ લગાવ્યા છે.

જ્યારે માધવપુર ગામના દરિયામાં ગઇકાલે જ ઘટના ઘટી હતી જેમાં અમદાવાદથી આવેલ એક પરિવારના ભત્રીજાએ દરિયા કિનારે સેલ્ફી લેવા જતા પાણીમાં ડૂબી જતાં તેના કાકા બચાવવા જતા તે પણ દરિયામાં ડૂબી જતાં કાકા અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. આવી ઘટનાઓ બને છે ત્યારે ચોપાટી દરિયામાં કોઈ દુર્ધટના ન બને તે માટે વહીવટી તંત્ર તથા પાલિકા તંત્ર દ્વારા શહેરીજનો અને પર્યટકોને દરિયામાં જતા અટકાવવા સાઈન બોર્ડ મુકવામાં આવે તેમજ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી રાષ્ટ્ર શક્તિ ગ્રુપના વીનેશ મકવાણાએ માંગ સાથે તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...