પોરબંદરમાં વ્યાજખોરો બેફામ બન્યા:ભોગ બનનાર માટે એસપી દ્વારા લોક દરબાર યોજવામાં આવે તેવી માંગ ઉઠી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે કેટલાક લોકો વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈને આપઘાત કરી રહ્યાના બનાવો સામે આવે છે. વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા બાદ કેટલાક લોકો ગામ છોડી ગયાના કિસ્સા પણ સામે આવે છે. વ્યાજખોરો મૂળ રકમ પર 10 ટકા માસિક વ્યાજ વસુલ કરે છે અને સમયસર વ્યાજ ન મળતા રોયલ્ટી વસુલ કરતા હોવાનું ભોગ બનનાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વ્યાજખોરીનો ભોગ બનેલ વ્યક્તિએ જણાવ્યું હતુંકે, શહેરમાં કેટલાક વ્યાજનો વ્યવસાય કરનાર તત્વ દર માસે નહિ પણ દર અઠવાડિયે હપ્તો લે છે એટલેકે જો હિસાબ કરવામાં આવે તો 30 થી 40 ટકા વ્યાજ લે છે. વ્યાજખોરોના ત્રાસને કારણે ભોગ બનેલા વ્યક્તિઓ માટે અગાવ પોરબંદરના જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લોક દરબાર યોજ્યો હતો. તે સમયે વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલા વ્યક્તિઓ લોક દરબારમાં આવ્યા હતા. અને ભોગ બનનારને સાંભળીને તેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેને ન્યાય અપાવવા તપાસ હાથ ધરી હતી.

તે વખતે પણ વ્યાજખોરો દ્વારા તગડું વ્યાજ લેવામાં આવતું હોય તેમજ વ્યાજ ન ભરનારને ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પણ વ્યાજખોરો વ્યાજ ન ભરનાર સામે રોયલ્ટી સહિત ત્રાસ આપી મકાન પણ પોતાના નામે કરાવી લેવા ડરાવતા હોય છે. કેટલાક ભદ્ર સમાજના લોકો ફરિયાદ નોંધાવવા પણ ખચકાટ અનુભવતા હોય છે જેનો વ્યાજખોરો લાભ લેતા હોય છે ત્યારે આ સ્થિતિમાં વ્યાજખોરોનો ત્રાસ દૂર કરવા અને ભોગબનનારને ન્યાય મળે તે માટે પોરબંદરના જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજવામાં આવે તેવી શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા માંગ ઉઠી છે. અત્રે નોંધનીય છેકે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સામાન્ય જીવન પસાર કરતા લોકો આપઘાત કરવા પ્રેરાય છે.

અન્ય સમાચારો પણ છે...