તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચોપાટી પર પર્યટકો માટે પીવાના પાણીની સુવિધા નથી, ફિલ્ટર પ્લાન બંધ હોવાથી યોગ્ય કરવા માંગ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની ચોપાટી ખાતે આવતા પર્યટકોને પીવાના પાણીની સુવિધા નથી. લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ આરો અને ફિલ્ટર પ્લાન બંધ હોવાથી યોગ્ય કરવા માંગ કરાઈ હતી. પોરબંદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કેયુરભાઈ જોશી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ચોપાટી ખાતે જાહેર શૌચાલય પાસે પીવાના પાણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તે હાલ બંધ છે. લોકાર્પણ કર્યા બાદ પીવાના પાણીની વ્યવસ્થા બંધ હોવાથી અહીં આવતા પર્યટકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે આર.ઓ, ફિલ્ટર પ્લાન બનાવવામાં આવેલ પરંતુ પ્લાન બંધ થતાં પર્યટકોને મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...