મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા:વિદ્યાર્થી અવસ્થામાં સોશ્યલ મીડિયાને ફેસ કરવા કરતાં પુસ્તકને વધુ ફેસ કરવાની જરૂરિયાત છે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ABVP દ્વારા વિદ્યાર્થી દિવસ નિમિત્તે વ્યાખ્યાન માળા કાર્યક્રમ યોજાયો

ABVP દ્વારા વિદ્યાર્થી દિવસ નિમિત્તે વ્યાખ્યાન માળા કાર્યક્રમ યોજાયો હતો જેમા વિદ્યાર્થી અવસ્થામાં સોશ્યલ મીડિયાને ફેસ કરવા કરતા પુસ્તકને વધુ ફેસ કરવાની જરૂરિયાત છે તેવું સ્વામીજીએ જણાવી છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આઝાદીના સ્થાપના કાળથી જ વિદ્યાર્થી હિત માટે સતત કાર્યરત રહ્યું છે.

વિદ્યાર્થીમા રાષ્ટ્રવાદી વિચારધારા ને પ્રેરિત કરી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમી બનાવવાનું કામ વિદ્યાર્થી પરિષદ 74 વર્ષથી કરી રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 74 માં સ્થાપના દિવસની ઉજવણી પોરબંદર શાખા દ્વારા સ્વામીનારાયણ ગુરુકુળ કેમ્પસ ખાતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થી દિવસ નિમિત્તે વ્યાખ્યાન માળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં મુખ્ય વક્તા તરીકે સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પના ભાનુપ્રકાશ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનું દેશ પ્રત્યેનું શું યોગદાન હોય, વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાર્થી અવસ્થામાં કયા પ્રકારના કાર્યો કરવા જોઈએ તે અંગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ખાસ જણાવ્યું હતુંકે, વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી અવસ્થામાં સોશ્યલ મીડિયાને ફેસ કરવા કરતા પુસ્તકને વધુ ફેસ કરવાની જરૂરિયાત છે.

સારા પુસ્તકો જ સાચા મિત્ર છે અને પુસ્તકો વાંચનનો શોખ કેળવવો જોઈએ તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડો. વિજયસિંહ સોઢા, જિલ્લા સંયોજક લખનભાઇ જાડેજા તેમજ વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...