સરકાર પર આકરા પ્રહાર:ગુજરાતની જનતાને નશાની લતમાં ધકેલવાનું કાવતરૂં છે

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી
  • લઠ્ઠા​​​​​​​ કાંડ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા

ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા સહિતમાં લઠ્ઠાકંડના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. લોકોના મોત નિપજયા હોવાના કારણે તેમના પરિવારજનો નોંધારા બની ગયા છે. કોઈએ પિતા ગુમાવ્યા છે, તો કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા છે. અને પરિવારના મોભી ગુમાવ્યા બાદ ઘરનો માળો વિખરાઈ ગયો છે.

ગુજરાતમાં લઠ્ઠા કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે લઠ્ઠા કાંડ મુદ્દે કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે, અને તેઓએ જણાવ્યું છે કે જનતાને દારૂની લતમાં નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠા કાંઠે કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે.

તેના માટે ભાજપની સરકાર જવાબદાર હોવાનું જણાવ્યું છે. ગુજરાતના લોકોને નશાની લત લગાડવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી થઈ રહ્યું હોવાનો આક્ષેપ અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી નશાની કારોબાર ચાલી રહ્યો હોવાનું પણ અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું છે. આમ કોંગ્રેસના અગ્રણીએ લઠ્ઠા કાંડ મુદ્દે ભાજપની સરકારને જવાબદાર ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...