ચોરી:પોરબંદરના ખારવાવાડમાં મકાનમાંથી ઘરેણાંની ચોરી, સાંજના સમયે ચોર ત્રાટક્યા

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ. 15230 નો મુદ્દામાલ ઉપાડી ગયા

પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાંથી ગત તા. 07-05-2022 ના રોજ સાંજના સમયે કોઇ ચોર ઘરમાં ઘૂસીને રૂ. 15230 નો મુદામાલ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા કંચનબેન ચંદુલાલ મદલાણીના રહેણાંક મકાનમાંથી ગત તા. 07-05-2022 ના રોજ સાંજના 7-00 થી 9-00 કલાક દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલ રોકડ રૂ. 13530 તથા ચાંદીના સાકળા તથા માછલીઓ સહિત કુલ રૂ. 15230 નો મુદામાલ ઉઠાવી ગયા હતા.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI બી. આર. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...