તસ્કરી:પોરબંદરમાં ટાવરની છત પરથી કોપરની નળીની ચોરી

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસીના કમ્પ્રેસરમાંથી 14000 ની કોપરની નળીઓ ચોરાઇ

પોરબંદર શહેરની મધ્યમાં આવેલા ભવ્ય ટાવરની છત પર લગાવેલા એસીના કમ્પ્રેશરમાંથી કોઇ રૂ. 14000 ની કિંમતના કોપરની નળીઓની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોરબંદર શહેરની મધ્યમાં આવેલા ભવ્ય ટાવરમાં રીલાયન્સ જીયો ઇન્ફોકોમ લી. ની ઓફીસના એસીનું કમ્પ્રેશર તેની છત પર લગાવેલ હતું.

ગત મંગળવારના રોજ રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ આ કમ્પ્રેશરમાંથી કોપરની નળીઓ આશરે 200 ફૂટ કિંમત રૂ. 14000 ની કાઢી ગયા હતા. આ અંગે આ ઓફસમાં નોકરી કરતા હેમંતકુમાર મહેશનારાયણ વિશ્વકર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI જે. ડી. દેસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...