શહેરમાં તસ્કર ટોળકીએ નાનીમોટી ચોરી કરી તરખાટ મચાવ્યો છે. ત્યારે વધુ એક સ્કૂટરમાં રાખેલ પર્શ માંથી રોકડ રકમની ચોરી થયાનો બનાવ બન્યો છે. બાળકો ચોરી કરતા હોવાની ધટના કેમેરામાં કેદ થતા ફૂટેજ આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.
પોરબંદર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ત્યારે શહેરમાં નાની મોટી ચોરીઓ થતી હોવાના બનાવમાં પણ વધારો નોંધાયો છે. મહત્વની વાત એછેકે, તસ્કરોની ટોળીમાં બાળકો પણ સામેલ થયા છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરીનો મામલો સામે આવ્યો હતો.
સત્યનારાયણ મંદિર સામે એક દુકાનદારે પોતાની દુકાન સામે સ્કૂટરમાં પર્શ રાખ્યું હતું અને બાળકોએ આ પર્શ ચોરી લીધું હતું અને રોકડ રૂપિયા કાઢીને પર્શ ફરીથી સ્કૂટર માં મૂકી દીધું હતું. આ બનાવ દુકાન બહારના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ચોરી કરનાર બાળકો હોવાનું સામે આવતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા.
સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. એ પણ ઉલ્લેખનીય છેકે, પર્શ માં રૂ.2000 હતા જે બાળકો ચોરી ગયા હતા. આવી નાની ચોરીઓ થતા કેટલાક નાગરિકો ફરિયાદ કરતા નથી. ત્યારે આ દુકાનદારે પોલીસ મથકે પહોંચી પોલીસને મામલા અંગે જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.