ચોરી:બંદર પર પડેલી બોટોમાંથી 1230 લીટર ડિઝલની ચોરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરફોડી બાદ તસ્કરો ડીઝલ ચોરી તરફ વળ્યા
  • ​​​​​​​ડિઝલની કિંમત રૂ. 123000 ​​​​​​​જેટલી થાય છે

પોરબંદરમાં બંદરેથી ગઇકાલે રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ત્યાં લાંગરેલી બોટોમાંથી રૂ. 123000 ની કિંમતના 1230 લીટર ડિઝલની ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં એગ્રોના પંપ પાસે લાંગરેલી અમરનાથ નામની તથા અન્ય સાહેદોની બોટોમાં ગઇકાલે રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ આ બોટમાં પ્રવેશ કરીને કુલ 1230 લીટર ડિઝલની ચોરી કરી હતી. આ ડિઝલની હાલના ભાવ પ્રમાણે કિંમત રૂ. 123000 જેટલી થવા જાય છે. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI વી. પી. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...