જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાના ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપવામા આપેલ હતી. જે અંતર્ગત ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધરમપુર ગામે કોસ્ટગાર્ડ રેસીડેન્શિયલ ક્વાર્ટર ખાતે થોડા સમય પહેલા ચોરીની ઘટના સામે આવી હતી.
જેમા કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા ફરિયાદી સુરજદેવ પરશુરામ પ્રસાદએ પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી કે, કોસ્ટગાર્ડ રેસીડેન્શિયલ એરીયામાં કોઇ અજાણ્યા ચોર ઇમસે રાત્રીના સમયે પોતાના ક્વાર્ટર નં. 54/11માંથી સોનાનો ચેઈન નંગ-1 વજન આશરે 10 ગ્રામ કિં. રૂ. 30 હજાર તથા સોનાની વિંટી નંગ-4 વજન આશરે 8 ગ્રામ કિં.રૂ.20 હજાર તથા સોનાના લોકેટ નંગ-3 વજન આશરે 8 ગ્રામ કિં. રૂ. 20 હજાર તથા કાનની બુટી નંગ- 4 વજન આશરે 10 ગ્રામ કિં. રૂ. 30 હજાર તથા નાકની સોનાની નથડી કિં. રૂ. 5 હજાર મળી કિં. રૂ. 1 લાખ 5 હજારના સોનાના દાગીનાની ચોરી થઈ હતી.
જ્યારે સાહેદ કેહરસિંહના ક્વાર્ટર નં. 56/11માંથી સોનાનો ચેઈન નંગ-1 વજન આશરે 15 ગ્રામ કિં. રૂ. 55 હજાર તથા કાનની બુટી નંગ- 2 વજન આશરે 10 ગ્રામ કિં. રૂ. 30 હજાર તથા ચાંદીનો દોરો કિં. રૂ. 5 હજાર મળી રૂ. 90 હજારના સોનાના દાગીના ફરિયાદી તથા સાહેદના ક્વાર્ટરમાંથી સોનાના દાગીના કુલ 1 લાખ 95 હજારના મુદ્દામાલની ચોરી કરી અને ક્વાર્ટર નં. 56/11 અને ક્વાર્ટર નં. P-3/1 તથા ક્વાર્ટર નં. P-1/6માં ચોરી કરવાનો પ્રયત્ન કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલો છે. જે અન્વયે એલસીબી પીઆઇ એચ.કે. શ્રીમાળીની રાહબરી હેઠળ LCB ટીમે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ખાનગી હકીકતના આધારે ગુન્હાના કામે ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.