કાર્યક્રમ:જિલ્લાના યુવાનો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાઇ શકાશે

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કમિશર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષે 14 થી 35 વર્ષના યુવક-યુવતિઓ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે દસ દિવસ માટે આવો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયુ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ 100 યુવક યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. જેમા પોરબંદર જિલ્લાના યુવક યુવતીઓ પણ જોડાઇ શકે છે.

આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉંમર તા. 31/12/21 ના રોજ 14 થી 35 વર્ષ હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ-સરનામુ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/પર્વતા રોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેની વિગત, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીની સંમતી, તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ કાર્ડ,

અગાવ આ કાર્યક્રમમાં ભાગ લિધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.30 નવેમ્બર સુધીમાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા સદન, રૂમ નં.127, બીજો માળ, તા:નાંદોદ, રાજપીપળા (નર્મદા) - 393145 ને મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે 02642- 242355 ઉપર સંર્પક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...