સારવાર:યુવતિએ ઝેરી દવા પી લેતા જાણવા જોગ દાખલ કરાઇ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના અડવાનો બનાવ
  • ઘરમાં ગમતું ન હોવાથી દવા પી લીધી

પોરબંદર જીલ્લાના અડવાણા ગામની એક યુવતિને કંટાળો આવતો હોય અને ઘરમાં ગમતું ન હોય જેથી આવી સામાન્ય બાબતે આ યુવતિએ આ વાતને મનમાં લઇ લીધી હતી અને તેણીએ ગત તા. 21-08 ના રોજ ઘાસમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતા પોલીસમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.

પોરબંદર જીલ્લના અડવાણા ગામે રહેતા વિરૂબેન રામભાઇ ખુંટી નામની 19 વર્ષીય યુવતિને કંટાળો આવતો હોય અને ઘરમાં ગમતું ન હોય જેથી તેણીએ ઘરમાં ઘાસમાં છાંટવાની દવામાંથી બે-ત્રણ ઘૂંટડા પી લીધી હતી અને તેની તબીયત ખરાબ થઇ ગઇ હતી. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે આ મહિલા સામે જાણવાજોગ દાખલ કરીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હે.કો. એલ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...