કામગીરી:પોરબંદરમાં આખરે સ્ટ્રીટલાઈટો ફીટ કરવાની કામગીરી શરૂ કરાઇ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા 500 સ્ટ્રીટલાઈટની ખરીદી કરાઈ
  • હજુ 1000 લાઈટો આવશે

પોરબંદરમાં પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટ ની ખરીદી કરવામાં આવી છે. જેમાં હાલ 500 જેટલી સ્ટ્રીટલાઈટ આવતા આ લાઈટો ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ 1000 જેટલી વધુ લાઈટો આવશે જે આગામી દિવસોમાં જ ફિટ કરાશે.

પોરબંદર શહેરમાં એક એજન્સી ને સ્ટ્રીટલાઈટ ની કામગીરી માટે કરાર થયા હતા પરંતુ આ એજન્સી દ્વારા યોગ્ય રીતે કામગીરી ન થતા શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફરિયાદો ઉઠી હતી અને શહેરમાં અંધારપટ છવાઈ જતા પાલિકા તંત્રએ કંપનીને છેલ્લી નોટિસ પાઠવી પાલિકા ચીફ ઓફિસરે નવી સ્ટ્રીટલાઈટોની ખરીદી કરી પાલિકા દ્વારા જ ફિટ કરાવવાનો નિર્ણય લીધો હતો. હાલ 500 જેટલી સ્ટ્રીટલાઈટ નવી આવી જતા આ લાઈટો ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્ટ્રીટલાઈટો ફિટ થઈ રહી છે. ચીફ ઓફિસરે પટેલે એવું જણાવ્યું હતું કે હજુ 1000 જેટલી સ્ટ્રીટલાઈટ નવી આવશે અને આગામી 10 દિવસમાં શહેરમાં નવી લાઈટો ફિટ થશે જેથી રાત્રીના શહેર ઝળહળી ઉઠશે.

સ્ટ્રીટલાઈટ ક્યાં વિસ્તારમાં ફિટ કરાઈ
500 નવી સ્ટ્રીટલાઈટ આવતા પેરેડાઈઝ થી વિલા વાળો રોડ, સિવિલ હોસ્પિટલ વાળો રોડ, પેરેડાઈઝ થી નવો ફુવારા રોડ, એસટી થી વિલા રોડ સુધી નવી લાઈટો ફિટ થઈ છે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...