તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:મોંઘવારીના મુદે મહિલા કોંગ્રેસ આજે ધરણાં કરશે

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ, ડીઝલ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અને ગેસના બાટલાના વધી રહેલા ભાવના મુદ્દે વિરોધ કરાશે

મોંઘવારી મુદ્દે પોરબંદર મહીલા કોંગ્રેસ દ્વારા આજે બપોરે ધરણા આપી વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસના મહીલા અગ્રણીઓ એ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ આસમાને પહોચ્યા છે, ગેસના બાટલાનો ભાવ 1 હજાર રૂપિયાને આંબી રહ્યો છે, અમુલ દૂધના ભાવમાં પણ એકાએક 2 રૂ નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

સિંગતેલનાં ભાવનું પણ નામ લેવાય તેવું નથી, જેથી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને રસોડું સાચવવું દુષ્કર બની રહ્યું છે, મહિલાઓને પડી રહેલી મુશ્કેલીઓને વાચા આપવા પોરબંદર મહિલા કોંગ્રેસ દ્વારા આજે બોપોરે 4.30 કલાકે શહેરના માણેક ચોકમાં ધાણા ધરી વિરોધ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...