તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાવો:પોરબંદરના માણેક ચોકમાં મોંઘવારીના મુદ્દે મહિલા કોંગ્રેસે ધરણાં કર્યા

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરણાં કરી રહેલા કોંગ્રેસના 20 મહિલા કાર્યકરની પોલીસે અટકાયત કરી

ભાજપના રાજમાં ભાજપની ગરીબ અને મધ્યમ વર્ગ વિરોધી નીતિને લીધે ફાટી નીકળેલી મોંઘવારીમાં ગૃહિણીઓને ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે તે મુદા સાથે આજે પોરબંદરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા અને આ દેખાવો અટકાવવા પોલીસે કોંગ્રેસની અગ્રણી મહિલાઓની અટકાયત કરી હતી.

પોરબંદરના માણેકચોક ખાતે મહિલા કોંગ્રેસની બહેનોએ મોંઘવારીના મુદ્દે સરકાર સામે ધરણા યોજી દેખાવો યોજયા હતા. જેમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, તેલ, દૂધ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ભાજપના રાજમાં મોંઘીદાટ બની છે તેવા દેખાવ કરાયા હતા. સરકારે જીએસટી અને નોટબંધીને લીધે ગરીબ માણસ પર પડયા પર પાટુ જેવો ઘાટ ઘડી દીધો છે તેવું જણાવવામાં આવ્યું હતું. ધરણા કરી રહેલ મહિલા કોંગ્રેસની 20 બહેનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...