પોરબંદરની આશા હોસ્પિટલમાં જરૂરિયાત મંદ મહિલાનું ઓપરેશન કરી આપવામાં આવ્યું છે. નવી બંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્ર ભાઈ કાંણકિયા દ્વારા મદદ કરી આ મહિલાને ઓપરેશન સહિતનો ખર્ચ આપવામાં આવ્યો છે. પોરબંદરની આશા મેટરનીટી તથા લેપ્રોસ્કોપીક સેન્ટર ખાતે જરૂરીયાત મંદ મહિલાનું પોલીપેકટોમીની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
મેડિકલ સાયન્સમાં જવલ્લે જોવા મળતા કિસ્સામાં એવી આ ઘટનાની માહિતી આપતા આશા મેટરનીટી તથા લેપ્રોસ્કોપી સેન્ટર ખાતે રહેતા નયનાબેન શામજીભાઈ વાઢિયા નામના મહિલા આ તકલીફ સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. નિદાનના અંતે આ મહિલાનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બહેન પાસે પૈસાના અભાવે ઘણા સમયથી હેરાન પરેશાન થતા હતા.
આશા હોસ્પિટલ તથા સમસ્ત નવી બંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તથા શાંતીબેન કાણાકીય દ્વારા ઓપરેશન માટે મદદ કરવામાં આવી હતી. અને નયનાબેન શામજીભાઈ વાઢીયાને એક પણ રૂપિયાના ખર્ચ વગર આ ઓપરેશન કરી આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.