પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સફળતા મળી:પાંચ દિવસથી જયપુરથી ગુમ થયેલ મહિલા તેમજ તેની પુત્રીને શોધી કાઢી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયપુર પોલીસ સાથે આવેલ તેમના પતિને સોંપી આપી

પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લાના ગુમ-અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે હુકમ કરતા કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઇના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી કામગીરી હાથ ધરી હતી, દરમ્યાન આ ટીમ પેટ્રોલીંગમાં હતી

ત્યારે સુદામાચોક ખાતે એક અસ્થિર મગજ જેવી લાગતી મહીલા તેમજ તેની સાથે એક બાળકી ખાદી ભંડાર પાસે બેઠેલ હોય જેથી તેને કીર્તિમંદિર પોલીસ મથક ખાતે લાવી પુછપરછ કરતા પોતે પ્રાતનગર,સાંગાનેર,જયપુર- રાજસ્થાનથી હોવાનુ જણાવતા જયપુર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તપાસ કરતા આજથી પાંચેક દીવસ પહેલા ગુમ થનાર સવિતાબેન રમાકાંત શર્મા તથા તેની પુત્રી તનવી રમાકાંત શર્મા ઘરેથી પોતાની દીકરી સાથે કોઈને કહ્યા વગર જતા રહેલ અને તે બાબતની જયપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ અરજી દાખલ થયેલ હોય તેવુ જયપુર સીટી પોલીસ સ્ટેશન તરફથી જાણ થતા, આ મહીલા તેમજ બાળકી મળી ગયા બાબતેની જાણ કરાતા જયપુર સીટી પોલીસ તથા મહિલાના પતિ પોરબંદર આવતા રાજસ્થાન પોલીસ તેમજ મહિલાના પતિને મહિલા તેમજ બાળકીને સહી સલામત સોંપી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...