આત્મહત્યા:મગજની બીમારીના કારણે મહિલાએ ગળેફાંસો ખાધો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 24 કલાકમાં મૃત્યુના બે બનાવો
  • યુવકનું​​​​​​​ ઉપલેટા ખાતે સારવાર દરમિયાન મોત

પોરબંદરમાં 24 કલાકમાં મૃત્યુઆ બે બનાવો બન્યા હતા. જેમાં એક મહિલાએ ગળાફાંસો ખાધો હતો જયારે કે 1 યુવકનું ઉપલેટા ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના પોરાઇ માતાજીના મંદિર પાસે રહેતા હેમાબેન અજયભાઇ ઓદડીયા નામની મહિલાને માનસિક બિમારીની દવા ચાલુ હોય તેમણે ગઇકાલે બપોરના સમયે મગજની બિમારીના કારણે ગળાફાંસો ખાઇ લેતા તેનું સારવારમાં લઇ આવતા તેમનું મોત નિપજયું હતું.

જયારે કે કુતિયાણાના વણકરવાસમાં રહેતા વિશાલ ગોપાલભાઇ પરમારને પેટમાં દુ:ખાવો રહેતો હોય અને જેની દવા તેઓ લેતા હતા અને તા. 16-05-2022 ના રોજ ઉપલેટા ખાતે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ હતા અને ત્યાં ઓપરેશન દરમિયાન તેમનું મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...