તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાની મહેક:પાંચ તોલા સોનાના દાગીના સહિતનો થેલો પરત આપી મહિલાએ પ્રામાણિકતા દાખવી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલાએ માનવતા મહેકાવી, એસટી બસમાં મુસાફરી દરમ્યાન થેલો ગૂમ થયો હતો

જામજોધપુર થી પોરબંદર આવતી એસટી બસમાં મુસાફરી કરતા એક મહિલાનો થેલો ગૂમ થયો હતો અને તેમાં 5 તોલા સોનાના દાગીના સહિત અન્ય વસ્તુ હતી જે થેલો એક મહિલાએ પરત આપી પ્રામાણિકતા દાખવી હતી. સમાજમાં એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નજર ચૂકવી શખ્સો રૂપિયાની ઉઠાંતરી કરે છે અને સોનાના દાગીનાની ચિલઝડપ કરે છે. જ્યારે બીજીતરફ સમાજમાં એવા પણ લોકો છે જે પોતાની પ્રામાણિકતા દાખવી માનવતા મહેકાવે છે. બનાવ એવો બન્યો હતો કે જામજોધપુર રહેતા એક શાંતિબેન નામની મહિલા એસટી બસમાં પોરબંદર હોળીનો તહેવાર ઉજવવા આવતા હતા અને તેની સાથે એક થેલો હતો જેમા 5 તોલા સોનાના દાગીના અને કપડાં સહિતનો ચીજો હતી.

પોરબંદર ઉતર્યા ત્યારે આ થેલો ગૂમ થતા તેઓ ગભરાઈ ગયા હતા અને પોરબંદર એસટી કચેરીએ મામદભાઈ નામના કર્મીને મળીને આ અંગે જાણ કરી હતી. જો થેલો મળે તો જાણ કરવા પોતાના મોબાઈલ નંબર આપી જતા રહ્યા હતા. બાદમાં આ જ બસમાં મુસાફરી કરતા કંચનબેન દિલીપભાઈ સિંગર નામની મહિલાને આ થેલો મળ્યો હતો જેથી તેઓ એસટી કર્મી મામદભાઈ ને મળ્યા હતા અને જણાવ્યું હતું કે મારા સામાન ભેગો એક થેલો ભુલથી આવી ગયો છે. જે કોઈનો હોઈ તેને પરત આપી દેજો.

આથી આ કર્મીએ શાંતિબેનને ફોન કરી બોલાવ્યા હતા અને કંચનબેને શાંતિબેનને તેનો ગૂમ થયેલ થેલો પરત આપી પ્રામાણિકતા દાખવી માનવતા મહેકાવતા આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું. શાંતાબેનને તેના સોનાના દાગીના પરત મળતા તેને કંચનબેન અને એસટી કર્મીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો