પોરબંદરના માધવપુર ઘેડમાં માધવપુરનો મેળો ચાલી રહ્યો છે. જેનો આજે ચોથો દિવસ છે. ત્યારે આ મેળા દરમિયાન મધુવન ખાતે ભગવાન માધવરાય અને રૂકમણીજીના આજે લગ્ન મહોત્સવ થવાના છે. આજે માધવપુરના મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરીથી ઉપસ્થિત રહેવાના છે. આજે સાંજે 6થી 8 વાગ્યા સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળાની મુલાકાત લેશે. તેમજ આજે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્મા પણ મેળાની મુલાકાતે આવવાના છે.
ગુજરાતના સમુદ્રકાંઠે પોરબંદર નજીક આવેલા માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણને રાણી રુક્ષમણીનો આજે વિવાહ પ્રસંગ પર્વ ઉજવાય રહ્યો છે. રૂકમણીજી ભારતના ઉતર પુર્વના હતા. માધવપુર ઘેડમાં આ પ્રસંગે પાંચ દિવસનો લોકમેળો યોજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા હવે આ મેળો રાષ્ટ્રીય મેળો બન્યો છે. માધવપુર ઘેડ પ્રાચીન ભારતની સાંસ્કૃતિક વિરાસત છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે મેળાની પરંપરા અનુસાર ભગવાનના લગ્ન છે. ગુજરાત સરકાર દ્વારા ચાર દિવસીય સાંસ્કૃતિક મહોત્સવમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આસામના મુખ્યમંત્રી ડો. હિમંત શર્મા અને કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી, મંત્રી ડૉ.રાજકુમાર, ગુજરાતના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહેવાના છે.
આજે આ મેળામાં ભગવાન માધવરાય અને રૂકમણીના વિવાહ મહોત્સવ થશે. જેમાં કડછ ગામેથી વાજતે ગાજતે મામેરીયા માધવરાય મંદિરે પહોચ્યા હતા. વર્ષોથી કડછના ગ્રામજનો મામેરીયા બને છે. ત્યારે આ મેળામાં આજે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.