તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:પોરબંદરમાં વધુ એક વખત ભારે ઠંડી પડતાં વાતાવરણ ટાઢું બોળ થયું

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાશ્મીરમાં હિમવર્ષા થવાથી આજે પણ વધુ ઠંડી પડશે

અરબી સમુદ્રના કિનારે આવેલ પોરબંદરમાં વધુ એક વખત ભારે ઠંડી પડતાં લોકો ઠુંઠવાયા હતા. ત્યારે આજે મંગળવારના દિવસે પણ કાશ્મીરમાં હિમવર્ષા થવાના કારણે વધુ ઠંડી પડશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં છેલ્લા થોડા સમયથી મહદંશે ઠંડી પડી રહી છે ત્યારે સોમવારના દિવસે વહેલી સવાર દરમિયાન વધુ ઠંડી પડતા લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા હતા અને રાત્રીના સમય દરમ્યાન હવે લોકોને ફરજીયાત પણે ગરમ કપડા પહેરીને ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ ધાબળા અને ગરમ કપડાનો સહારો લેતા થયા છે. પોરબંદર જિલ્લામાં ગત માસ એટલે કે નવેમ્બર મહિનામાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી ગયા બાદ છેલ્લા કેટલાક સમયથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે.

ત્રણ ચાર દિવસથી વાતાવરણ બદલાયું છે અને મોડી સાંજથી વહેલી સવાર સુધી ભેજવાળા વાતાવરણને કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આ માહોલ વિખેરાઇ જાય છે. નવા સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે સવારે હિમાલયન રીજીયનને અસર કરી છે અને તેના કારણે કાશ્મીર, લદાખ સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જોરદાર હિમવર્ષા થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે જમ્મુ કાશ્મીર, લદાખ,ગીલગીટ અને બાલ્ટિસ્તાન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને હીમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. આ હિમ વર્ષા અને વરસાદના પગલે આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી શકયતા છે. અને પોરબંદરમાં પણ વધુ એક વખત ભારે ઠંડી અનુભવી હતી. અને હજુ પણ ઠંડીનો ચમકારો વધે તેવુ જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો